ભારતમાં Corona Vaccine ની આતુરતાનો હવે અંત, આ રસીને આગામી અઠવાડિયે ઉપયોગ માટે મળી શકે છે મંજૂરી!
કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રસીની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. ભારત સરકાર ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની રસી કોવીશિલ્ડના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આગામી સપ્તાહ સુધીમાં આપી શકે છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણ વચ્ચે રસીની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. ભારત સરકાર ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકા (Oxford-AstraZeneca)ની રસી કોવીશિલ્ડના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આગામી સપ્તાહ સુધીમાં આપી શકે છે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટે ઉપલબ્ધ કરાવ્યો ડેટા
આ મામલે જાણકારી રાખી રહેલા સૂત્રોએ જણાવ્યું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટે આ અંગે સરકારને વધુ ડેટા ઉપલબ્ધ કરાવ્યો છે. જેની માંગણી કરવામાં આવી હતી. અત્રે જણાવવાનું કે ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ (SII) કોવીશિલ્ડ રસી બનાવી રહી છે.
ભારતની પહેલી રસી હશે કોવીશિલ્ડ
જો સરકાર ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાને રસી કોવીશિલ્ડ માટે મંજૂરી આપે તો ભારત આ રસીના ઉપયોગની મંજૂરી આપનારો પહેલો દેશ હશે. આ સાથે જ કોવીશિલ્ડ ભારતની પહેલી રસી હશે કારણ કે અત્યાર સુધી કોઈ રસીના ઉપયોગની મંજૂરી મળી નથી.
સીરમ ઈન્સ્ટિટ્યૂટનો એસ્ટ્રાજેનેકા સાથે કરાર
અત્રે જણાવવાનું કે પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(SII) એ બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની AstraZeneca સાથે મળીને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિક્સિત રસીના નિર્માણ માટે કરાર કર્યો છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાનો દાવો છે કે તેમની કોરોના રસી અંતિમ તબક્કાના પરીક્ષણોમાં 90 ટકા પ્રભાવી છે.
દેશમાં કોરોનાના નવા 23,950 દર્દી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 23,950 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 2,89,240 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે 96,63,382 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાના કુલ કેસનો આંકડો હવે 1,00,99,066 પર પહોંચી ગયો છે. એક જ દિવસમાં કોરોનાએ 333 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,46,444 પર પહોંચ્યો છે. ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 16,42,68,721 ટેસ્ટ થયા છે. જેમાંથી 10,98,164 સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે કરાયું.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube